સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી            કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ખેડૂતો આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી છે.            આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું            મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.            કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.           

Feb 09, 2021
7:19PM

છોટાઉદેપુર જીલ્લામાં ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આજથી બાળ ઊર્જા રક્ષક દળ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

PTC - Rajesh Rathwa
છોટાઉદેપુર જીલ્લામાં ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આજથી બાળ ઊર્જા  રક્ષક દળ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. 
ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી ગાંધીનગર દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાની 25 શાળાઓમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યું છે. આજે સનરાઈજ શાળાથી આ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. 
વિદ્યાર્થીઓને ઉર્જા સંરક્ષણ અંગે જાગૃત કરવા માટે આ ઓનલાઇન ક્વિઝ, વ્યાખ્યાન, પ્રદર્શન તથા પીપીટી પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું. ઓનલાઈન ક્વિઝ સ્પર્ધામાં 55 જેટલા વિદ્યાર્થી ભાગ લીધો હતો. આગામી સમયમાં જિલ્લાની બાકી શાળાઓમાં કાર્યક્રમ યોજવામાં આવશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ