સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી            આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું            મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.            કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.            બ્યૂનોસ એર્સ ખાતે રમાઈ રહેલી એફ.આઈ.એચ. હોકી પ્રોલિગમાં ભારતની પુરૂષોની ટીમ અને એર્જન્ટીના વચ્ચે આવતીકાલે મુકાબલો થશે.           

Jan 11, 2021
7:41PM

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છોટાઉદેપુર જિલ્લામાં ૬૧૩ કરોડ ૧૯ લાખ રૂપિયાના વિકાસકામોનું કર્યું લોકાર્પણ-ખાતમુહૂર્ત

ટ્વીટર
 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ૬૧૩ કરોડ ૧૯ લાખ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. તેમાં છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ૬૦૧ કરોડના વિકાસ કામોનો પણ સમાવેશ થાય છે. 
રાજ્યના તમામ ઘરોમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં નલ સે જલ પહોંચાડવાના દૃઢ સંકલ્પને દોહરાવતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, છેલ્લા એક માસમાં પાણી પુરવઠાની વિવિધ યોજનાઓના ૫ હજાર ૭૦૦ કરોડના કામો હાથ ધરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોના કાળ ચાલતો હોવા છતાં પણ છેલ્લા પાંચ માસમાં રાજ્યમાં ૨૫ હજાર કરોડ રૂપિયાનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી લોકસુવિધાને બહેતરીન બનાવવામાં આવી છે. 

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ