સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી            આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું            મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.            કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.            બ્યૂનોસ એર્સ ખાતે રમાઈ રહેલી એફ.આઈ.એચ. હોકી પ્રોલિગમાં ભારતની પુરૂષોની ટીમ અને એર્જન્ટીના વચ્ચે આવતીકાલે મુકાબલો થશે.           

Dec 20, 2020
6:26PM

છોટાઉદેપુર જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી ખાતે યુવક-યવતીઓ માટે યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરાયું

છોટાઉદેપુર જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી ખાતે આગામી તારીખ 24મી ડિસેમ્બરે 15થી 29 વર્ષના યુવક-યવતીઓ માટે યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પર્ધામાં ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સોલો સિતાર, વાંસળી, તબલાં, વીણાં, મૃદંગમ્, હારમોનીયમ, ગિટાર વાદન તેમજ હિન્દુસ્તાની ,કર્ણાટકી, શાસ્ત્રીય ગાયન અને શાસ્ત્રીય નૃત્ય શ્રેણીમાં મણીપુરી, ઓરીસ્સી, ભરતનાટ્યમ, કટક, કુચીપુડી, લોકનૃત્ય, એકપાત્રીય અભિનય અને શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધાનો સમાવેશ કરાયો છે.
ભાગ લેવા ઇચ્છતાં દરેક સ્પર્ધકે, તારીખ 24મી ડિસેમ્બર સુધી વિડીયો ક્લીપ બનાવી છોટાઉદેપુર જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી ખાતે મોકલી આપવાની રહેશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ