સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી            કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ખેડૂતો આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી છે.            આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું            મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.            કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.           

Sep 18, 2020
8:02PM

રાજયમાં આજેપણ કોરોનાના કેસ નોંધાવાનું ચાલુ રહ્યું

ફાઇલ ફોટો
રાજયમાં આજેપણ કોરોનાના કેસ નોંધાવાનું ચાલુ રહ્યું. વિવિધ જિલ્લાઓના અમારા પ્રતિનિધિઓએ માહીતી આપી એ મુજબ છોટાઉદેપુર જિલ્લામાં આજે નવા છ કેસ પોઝીટીવ નોંધાતા કુલ સંક્રમિત કેસોની સંખ્યા વધીને 446 થઇ છે. પાટણમાં આજે 27 કેસ કોરોના પોઝીટીવ નોંધાયા તો 25 દર્દીઓની સારવાર બાદ રજા અપાઇ છે. 
મહેસાણા જીલ્લામાં આજે 37 પોઝીટીવ કેસ નોંધાયા. તો 14 દર્દીઓને રજા અપાઇ. 371 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. તાપી જીલ્લામાં વધુ 3 પોઝીટીવ કેસ નોંધાયા. તો દાહોદ જીલ્લામાં 15 પોઝીટીવ કેસ નોંધાયા છે. તો 19 દર્દીઓને સાજા થતાં રજા આપવામાં આવી છે.
છોટાઉદેપુર જીલ્લામાં આજે વધુ છ પોઝીટીવ કેસ મળ્યા. તો 8 દર્દીઓને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી. નર્મદા જીલ્લામાં 9 કેસ પોઝીટીવ આવ્યા. કુલ 843 પોઝીટીવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. પોરબંદર જીલ્લામાં 7 દર્દીઓના રીપોર્ટ કોરોના પોઝીટવ આવતાં કુલ આંકડો 588 પર પહોંચ્યો છે. મહિસાગર જીલ્લામાં આજે 9 કેસ પોઝીટીવ આવ્યા છે. વલસાડ જીલ્લામાં આજે 4 કેસ પોઝીટવ નોંધાયા છે. જામનગરમાં આજે 25 કેસ નોંધાયા છે. તો 15 દર્દીઓ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ