સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી            આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું            મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.            કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.            બ્યૂનોસ એર્સ ખાતે રમાઈ રહેલી એફ.આઈ.એચ. હોકી પ્રોલિગમાં ભારતની પુરૂષોની ટીમ અને એર્જન્ટીના વચ્ચે આવતીકાલે મુકાબલો થશે.           

May 21, 2020
3:24PM

ગુજરાતમાંથી 562 ટ્રેનો રવાના થઈ, જેમાં 8 લાખ 8 હજાર શ્રમિકોને વતન મોકલાયા : અશ્વિનીકુમાર

આકાશવાણી
રાજ્ય સરકારે ગઈકાલ સુધીમાં દેશભરમાં સૌથી વધુ 634 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દ્વારા આશરે નવ લાખ, 18 જેટલા અન્ય રાજ્યોના કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની વ્યવસ્થા કરી છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારના જણાવ્યા અનુસાર 19મી મે ની મધરાત સુધીમાં 562 ટ્રેનો એકલા ગુજરાતથી રવાના થઈ છે, જેમાં 8 લાખ, 8 હજાર શ્રમિકોને વતન મોકલાયા છે.
આ ટ્રેનો પૈકી ઉત્તરપ્રદેશ માટે 393 બિહાર માટે 69, ઓરિસ્સા માટે 40, મધ્યપ્રદેશ માટે 24, ઝારખંડ માટે 18, છત્તીસગઢ માટે સાત અને પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર મળીને 11 ટ્રેનો મારફતે શ્રમિકો વતન પરત ફર્યા હતા. બુધવારે વધુ 72 ટ્રેનો દ્વારા શ્રમિકોને તેમના વત્તન મોકલવામાં આવ્યા છે.

લાઈવ ટ્વીટર ફીડ