A-
A
A+
છેલ્લી અપડેટ્સ :
Apr 10 2021 8:04PM
સ્ક્રીન રીડર એક્સેસ
Select Language/ભાષા પસંદ કરો
English/અંગ્રેજી
Hindi/હિન્દી
Gujarati/ગુજરાતી
Marathi/મરાઠી
Urdu/ઉર્દૂ
Tamil/તામિલ
Dogri/ડોગરી
Assamese/આસામી
હોમ પેજ
સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વ્યાપક લોક ભાગીદારી સાથે રસીકરણ કાર્યક્રમના સંચાલન અને રસીકરણ અભિયાનને ઉત્સવ તરીકે ઉજવવા અપીલ કરી
          
આજે અમદાવાદમાં વધુ 20 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરવાવમાં આવ્યું
          
મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણ ખાતે કોરોનાની સ્થિતી અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરશે.
          
કોરોનાના સંક્રમણને પગલે સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગ સહિત અનેક ધાર્મિક સ્થાનો આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો.
          
બ્યૂનોસ એર્સ ખાતે રમાઈ રહેલી એફ.આઈ.એચ. હોકી પ્રોલિગમાં ભારતની પુરૂષોની ટીમ અને એર્જન્ટીના વચ્ચે આવતીકાલે મુકાબલો થશે.
          
Mar 16, 2020
,
2:21PM
અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદર લગભગ શૂન્ય સુધી ઘટાડ્યા
AIR
અમેરિકાની ફેડરલ રિઝર્વે કોરોના વાયરસના કારણે અર્થતંત્ર ઉપર થઈ રહેલ ગંભીર અસરના પ્રતિભાવમાં મહત્વના વ્યાજદર લગભગ શૂન્ય સુધી ઘટાડ્યા છે. છેલ્લા બે સપ્તાહમાં વ્યાજદરમાં કરાયેલો આ બીજી વખતનો ઘટાડો છે. આ નિર્ણય સાથે ધિરાણ માટેના દર ઘટીને પોઈન્ટ 25 ટકા થયા છે.
વર્ષ 2008માં વૈશ્વિક આર્થિક કટોકટી દરમિયાન લગભગ આજ દરે વ્યાજદર લઈ જવાયા હતા. ફેડરલ રિઝર્વે અર્થતંત્ર ફરીથી પુર્વવત સ્થિતિમાં ન થાય ત્યાં સુધી ઓછા વ્યાજદર રાખવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પગલાને આવકાર્યું છે.
આ નિર્ણય સાથે અમેરિકાની ફેડરલ રિઝર્વ સંસ્થા વૈશ્વિક અર્થતંત્રમાં પૂરતા પ્રમાણમાં રોકડની તરલતા ઉપલબ્ધ થાય અને આ વ્યવસ્થા ટકી રહે તે માટે બાંહેધરી આપનાર અન્ય કેન્દ્રીય બેંકો સાથે જોડાઈ છે.
ફેડરલ રિઝર્વએ યુરોપીયન સેન્ટ્રલ બેંક, બેંક ઓફ ઈંગ્લેન્ડ, બેંક ઓફ જાપાન, બેંક ઓફ કેનેડા અને સ્વિસ નેશનલ બેંકની સાથે સંકલન સાધીને આ કામગીરી કરી છે.
સંબંધિત સમાચાર
અમેરિકાની ફેડરલ રિઝર્વે કોરોના વાયરસના કારણે અર્થતંત્રના હિતમાં વ્યાજદરમાં ઘટાડો કર્યો.
લાઈવ ટ્વીટર ફીડ