સમાચાર ઊડતી નજરે
નવી શિક્ષણ નીતી વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુર વચ્ચેની પ્રથમ કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેનનો આરંભ.            પ્રધાનમંત્રીએ લોકોને હાથ વણાટની વસ્તુઓ અપનાવવા અને આત્મનિર્ભર ભારતના પ્રયત્નોને મજબૂત બનાવવા અનુરોધ કર્યો.            ગુજરાતના ઔધોગિક વિકાસને નવી ઊંચાઈએ પહોચાડવાનો ઉદ્દેશ ધરાવતી ઔદ્યોગિક નીતિ જાહેર.            નર્મદા નદી ઉપર રૂ. 5300 કરોડના ખર્ચે ભાડભૂત ખાતે બેરેજ બાંધવાના પ્રોજેકટનું ઈ - ભૂમિપૂજન સંપન્ન.           

Mar 15, 2020
8:23PM

વિદેશ મંત્રાલયે કોરોના વાયરસ સંબંધિત બાબતોના સંકલન માટે અને વિદેશોમાં રહેલા ભારતીયોની સુરક્ષાની ખાતરી કરવા એક ખાસ સેલની સ્થાપના કરી છે.

વિદેશ મંત્રાલયે કોરોના વાયરસ સંબંધિત બાબતોના સંકલન માટે અને વિદેશોમાં રહેલા ભારતીયોની સુરક્ષાની ખાતરી કરવા એક ખાસ સેલની સ્થાપના કરી છે. 
આ વાયરસથી અત્યાર સુધીમાં દુનિયાભરમાં પાંચ હજારથી વુધ લોકોના મોત થયા છે. અધિક સચિવ દમ્મુ રવિને આ કાર્ય માટે સંપર્ક અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ તમામ ભારતીય મિશનો દિવસ – રાત કામ કરી રહયાં છે અને વિદેશોમાં રહેલા ભારતીયોના પ્રશ્નોનો જવાબ આપી રહયાં છે. ભારતીય મિશનોએ તેમની હેલ્પલાઇનો ચાલુ કરી છે અને ફોન તથા ઇ-મેઇલ ઉપરાંત સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર પણ ભારતીય સમુદાયોના સંપર્કમાં છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે અને વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રીગલા પણ વ્યકિતગત રીતે સ્થિતિ પર નજર રાખી રહયાં છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ