સમાચાર ઊડતી નજરે
નવી શિક્ષણ નીતી વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુર વચ્ચેની પ્રથમ કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેનનો આરંભ.            પ્રધાનમંત્રીએ લોકોને હાથ વણાટની વસ્તુઓ અપનાવવા અને આત્મનિર્ભર ભારતના પ્રયત્નોને મજબૂત બનાવવા અનુરોધ કર્યો.            ગુજરાતના ઔધોગિક વિકાસને નવી ઊંચાઈએ પહોચાડવાનો ઉદ્દેશ ધરાવતી ઔદ્યોગિક નીતિ જાહેર.            નર્મદા નદી ઉપર રૂ. 5300 કરોડના ખર્ચે ભાડભૂત ખાતે બેરેજ બાંધવાના પ્રોજેકટનું ઈ - ભૂમિપૂજન સંપન્ન.           

Mar 15, 2020
7:51PM

રાજય સરકારે કોરોના વાયરસ સંદર્ભે લીધેલા પગલાંઓની વિગતો આપવા ગાંધીનગર ખાતે આરોગ્ય લક્ષી સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આકાશવાણી
રાજય સરકારે કોરોના વાયરસ સંદર્ભે લીધેલા પગલાંઓની વિગતો આપવા આજે ગાંધીનગર ખાતે આરોગ્ય લક્ષી સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ઉપસ્થિત રહયાં હતા. રાજયના મુખ્ય સચિવ અનિલ મુકીમ અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોકટર જયંતીરવિએ બેઠકની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલા રૂપે રાજય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. 
રાજયમાં શાળા, કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતી કાલથી બે અઠવાડીયા માટે બંધ રહેશે. જો કે શિક્ષકો, પ્રાધ્યાપકો અને બિન શૈક્ષણિક સ્ટાફને હાજરી આપવાની રહેશે. પરંતુ હાલમાં રાજયમાં જે બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે તે યથાવત રહેશે. આ ઉપરાંત રાજયના સિનેમા ઘરો, સ્વીમીંગ પુલ પણ બંધ રહેશે. રાજયમાં જાહેર સ્થળોએ થુકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. એટલુ જ નહી જો કોઇ વ્યકિત આ પ્રતિબંધનો ભંગ કરશે તો પાંચસો રૂપિયાનો દંડ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ ધ્વારા લેવામાં આવશે. તમામ ધાર્મિક સંસ્થાઓ સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ, ધાર્મિક કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ના યોજવા પણ રાજય સરકારે અનુરોધ કર્યો છે.
દરમિયાન ભારતીય જનતા પક્ષે પણ ગુજરાતમાં યોજાનાર આગામી જાહેર કાર્યક્રમો તેમજ કેન્દ્રીય અને ગુજરાત બજેટની કાર્યશાળાઓના કાર્યક્રમો બે અઠવાડીયા સુધી મોકુફ રાખ્યા છે તેમ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ