સમાચાર ઊડતી નજરે
બ્રિસબેન ખાતે રમાયેલી અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી ભારતે ઇતિહાસ રચ્યો - 2-1 થી શ્રેણી જીતી લીધી.            શિક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે વર્ષ 2021 માટે ”જેઈઈ” અને “નીટ” નાં અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરાશે નહિં.            સંસદનું અંદાજપત્ર સત્ર આ મહિનાની 29મી તારીખે શરૂ થશે - પહેલા તબક્કામાં બાર બેઠકો યોજાશે.            કૃષિ સુધારાને લગતાં ત્રણ કાયદા અંગે સર્વોચ્ચ અદાલતે નિમેલી સમિતિની પહેલી બેઠક આજે યોજાઈ.            કેન્દ્ર સરકાર અને આંદોલનકારી ખેડૂત આગેવાનો વચ્ચે વધુ એક મંત્રણા આવતીકાલે યોજાશે.           

Mar 15, 2020
11:33AM

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોરોના વાયરસથી બચવા ફરજ બજાવતા તમામ કર્મચારીઓ માસ્ક પહેરી કામગીરી કરી રહ્યા છે

આકાશવાણી
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોરોના વાયરસથી બચવા માટે સાવચેતીના ભાગરૂપે સ્થળ ઉપર ફરજ બજાવતા પોલીસ વિભાગ સહિતના તમામ કર્મચારીઓ માસ્ક પહેરી કામગીરી કરી રહ્યા છે.
નર્મદા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, કોરોના વાયરસથી બચવા માટે તકેદારીના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓનું સ્કીનીંગ કરવામાં આવી રહ્યું છે તથા આ સ્કીનીંગની પ્રક્રિયામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પણ તકેદારી રૂપે મોઢાં ઉપર માસ્ક પહેરી કામગીરી કરી રહ્યા છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ