સમાચાર ઊડતી નજરે
નવી શિક્ષણ નીતી વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુર વચ્ચેની પ્રથમ કિસાન સ્પેશિયલ પાર્સલ ટ્રેનનો આરંભ.            પ્રધાનમંત્રીએ લોકોને હાથ વણાટની વસ્તુઓ અપનાવવા અને આત્મનિર્ભર ભારતના પ્રયત્નોને મજબૂત બનાવવા અનુરોધ કર્યો.            ગુજરાતના ઔધોગિક વિકાસને નવી ઊંચાઈએ પહોચાડવાનો ઉદ્દેશ ધરાવતી ઔદ્યોગિક નીતિ જાહેર.            નર્મદા નદી ઉપર રૂ. 5300 કરોડના ખર્ચે ભાડભૂત ખાતે બેરેજ બાંધવાના પ્રોજેકટનું ઈ - ભૂમિપૂજન સંપન્ન.           

Mar 15, 2020
10:10AM

કોરોના વાયરસનો રાજ્યમાં એકપણ કેસ નોંધાયો નથી. –ડો. જયંતિ રવિ

આકાશવાણી
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોકટર જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ વહીવટીતંત્ર દ્વારા તકેદારીના તમામ પગલા લેવામાં આવ્યા છે. રાજ્યમાં એક પણ કેસ નોંધાયો નથી જેથી શાળા-કોલેજો, શોપીંગ મોલ, સિનેમા ગૃહો બંધ કરી બિન જરૂરી ભય ઉભો કરવાની જરૂર નથી તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યમાં કોરોના વાઇરસના શંકાસ્પદ 68 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આરોગ્ય કમિશ્નર જે.પી. શિવહરેએ ભારપૂર્વક જણાવ્યું છે કે, રાજ્યમાં કોઇએ પણ ગભરાવવાની જરૂર નથી. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કોરોના વાઇરસ સામે લડવા તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવ્યું છે. વિવિધ સેવાભાવી સંસ્થાઓ તેમજ તબીબી ક્ષેત્રના નિષ્ણાતો લોકોને સાવચેતી રાખવાનું માર્ગદર્શન આપી રહ્યા છે. સાથે સાથે સાવચેતીના પગલાંરૂપે દવાઓનું પણ વિતરણ કરી રહ્યા છે. જામનગરમાં હોમિયોપેથી ડોકટરો દ્રારા કોરોના વાઇરસને નિપટવા લોકોને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરી રહ્યા છે. હોમિયોપેથી મેડીકલ એશોસિએશન દ્વારા દવાઓ આયુષ મંત્રાલય અને સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ રિસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા પ્રમાણિત કરાયેલી દવાઓનું વિતરણ કરાય છે. 
કચ્છમાં માંડવીના એક દર્દીને શંકાસ્પદ લક્ષણો જણાતાં ભૂજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મુખ્ય જીલ્લા અધિકારી ડોકટર પ્રેમ કુમાર કન્નરે જણાવ્યું કે, આ દર્દીનું સેમ્પલ ચકાસણી માટે અમદાવાદ મોકલાયું છે. જેનો રિપોર્ટ આજે આવવાની સંભાવના છે. દર્દીને આઇસોલેશન વોર્ડમાં રખાયો છે. વિદેશથી કચ્છના કંડલા અને મુંદ્રા ખાતે 553 ક્રુ મેમ્બરોની તબીબી તપાસ કરવામાં આવી છે. જેમાં કોઇને પણ કોરોના વાઇરસ જણાયો નથી.
દરમિયાન રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા આજથી બેંગ્લુરૂમાં થનારી અખિલ ભારતીય પ્રતિનિધિ સ્પર્ધા કોવિડ-19 ને કારણે સ્થગિત કરવામાં આવી છે

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ