સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં કોસી રેલ મહાસેતુ તથા અન્ય 12 રેલવે પરિયોજનાઓ ખૂલ્લી મૂકી            કૃષિ સુધારાઓને બિરદાવતા પ્રધાનમંત્રી - સરકાર ખેડૂતને લઘુત્તમ ટેકાના ભાવ આપવા માટે પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું            રેલવેના ખાનગીકરણનો કોઈ પ્રસ્તાવ નહીં હોવાનું જણાવતા રેલવેમંત્રી પિયુષ ગોયલ            દેશમાં કોવિડનાં દર્દીઓની સાજા થવાનો દર 78.86 ટકા થયો            વંદે ભારત મિશન અંતર્ગત ૧૪ લાખ છ હજાર ભારતીયોને વિવિધ માધ્યમો ધ્વારા સ્વદેશ પરત લાવવામાં આવ્યા           

Mar 12, 2020
9:28AM

લોકરક્ષક દળની ભરતીમાં મહિલા ઉમેદવારોની જગ્યાઓ વધારવાનો રાજ્ય સરકારનો નિર્ણય

ફાઇલ ફોટો
રાજ્ય સરકારે લોક રક્ષક દળની ભરતીમાં મહિલા ઉમેદવારોની ૨ હજાર ૩૭૩ જગ્યાઓ વધારવાનો નિર્ણય કર્યો છે.  
ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, મહિલા ઉમેદવારો માટે પહેલા ૩,૦૭૭ જગ્યાઓ હતી જે વધીને હવે ૫ હજાર ૪૫૦ કરાઈ છે. તેમણે કહ્યું કે, જગ્યામાં વધારા સાથે મહિલા ઉમેદવારોનું હંગામી પરિણામ પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર મુકાયું. શ્રી જાડેજાએ જણાવ્યું કે, યુવાઓને રોજગારી આપવામાં રાજ્ય સરકાર કટિબધ્ધ છે અને છેલ્લા પાંચ વર્ષમાં સવ્વા લાખ યુવાઓને સરકારી નોકરી અપાઈ છે. 
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ હસ્તકના પોલીસ ખાતાની વિવિધ કેડરમાં આગામી સમયમાં ૧૨ હજારથી વધુ  જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને યુવાનોને સરકારી નોકરીની તકો ઉપલબ્ધ થશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ