સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં કોસી રેલ મહાસેતુ તથા અન્ય 12 રેલવે પરિયોજનાઓ ખૂલ્લી મૂકી            કૃષિ સુધારાઓને બિરદાવતા પ્રધાનમંત્રી - સરકાર ખેડૂતને લઘુત્તમ ટેકાના ભાવ આપવા માટે પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું            રેલવેના ખાનગીકરણનો કોઈ પ્રસ્તાવ નહીં હોવાનું જણાવતા રેલવેમંત્રી પિયુષ ગોયલ            દેશમાં કોવિડનાં દર્દીઓની સાજા થવાનો દર 78.86 ટકા થયો            વંદે ભારત મિશન અંતર્ગત ૧૪ લાખ છ હજાર ભારતીયોને વિવિધ માધ્યમો ધ્વારા સ્વદેશ પરત લાવવામાં આવ્યા           

Mar 10, 2020
10:55AM

રાજ્ય સરકાર દ્વારા ઘઉં અને ચણાની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે.

gooogle.com
રાજ્ય સરકાર દ્વારા ઘઉં અને ચણાની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટીંગ સિઝન અંતર્ગત ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવશે. આ ખરીદી નિગમનાં રાજયભરના ગોડાઉનમાથી 16 માર્ચથી શરૂ કરશે, અને તે 30 મે સુધી ચાલશે.
ભારત સરકાર દ્વારા લધુત્તમ ટેકાના ભાવ ઘઉં માટે ૧૯૨૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યા છે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા ઈચ્છતા ખેડુતોની ઓનલાઈન નોંધણી સંબંધિત એ.પી.એમ.સી.કે નિગમના ગોડાઉન કેન્દ્રોથી શરૂ કરવામાં આવી છે, જે ૩૧ માર્ચ સુધી કરાવી શકાશે. જેથી તમામ ખેડુતોએ નોંધણી કરાવી લેવા જણાવાયું છે.
દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે. જેમાં 100 કીલોના 4 હજાર 875ના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ખેડૂતોને આગામી 31 માર્ચ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ચણાની ખરીદી પહેલી એપ્રિલથી શરૂ થશે અને 31 મે દરમિયાન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉન ખાતે ખરીદવામાં આવશે.
ખેડૂતોને તેમના ચાલુ વર્ષના સાત-બાર તેમજ આઠ-અ ના ઉતારા તથા પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત કચેરી કે એ.પી.એમ.સી. ખાતે 15 ફેબ્રુઆરીથી ઓનલાઈન એનરોલમેન્ટ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે તે કરાવવા જણાવ્યું છે અને તે  31 માર્ચ સુધી કરવામાં આવશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ