સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં કોસી રેલ મહાસેતુ તથા અન્ય 12 રેલવે પરિયોજનાઓ ખૂલ્લી મૂકી            કૃષિ સુધારાઓને બિરદાવતા પ્રધાનમંત્રી - સરકાર ખેડૂતને લઘુત્તમ ટેકાના ભાવ આપવા માટે પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું            રેલવેના ખાનગીકરણનો કોઈ પ્રસ્તાવ નહીં હોવાનું જણાવતા રેલવેમંત્રી પિયુષ ગોયલ            દેશમાં કોવિડનાં દર્દીઓની સાજા થવાનો દર 78.86 ટકા થયો            વંદે ભારત મિશન અંતર્ગત ૧૪ લાખ છ હજાર ભારતીયોને વિવિધ માધ્યમો ધ્વારા સ્વદેશ પરત લાવવામાં આવ્યા           

Mar 09, 2020
7:22PM

રાજ્ય સરકાર દ્વારા ઘઉં અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરાશે-

-
રાજ્ય સરકાર દ્વારા ઘઉં અને ચણાની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ૧૯૨૫ રૂપિયા લઘુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટીંગ સિઝન અંતર્ગત ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવશે.
નિગમનાં રાજયભરના ગોડાઉનમાથી 16 માર્ચથી શરૂકરશે,અને તે 30 મે સુધી ચાલશે. નિગમના ડેપો દ્વારા આગામી ૧૬ માર્ચ થી ૩૦ મે દરમિયાન જિલ્લાના એ.પી.એમ.સી.ખરીદ કેન્દ્રો કે ગોડાઉન પર ખરીદી શરૂથશે.
ભારત સરકાર દ્વારા લધુત્તમ ટેકાના ભાવઘઉં માટે ૧૯૨૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યા છે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા ઈચ્છતા ખેડુતોની ઓનલાઈન નોંધણી સંબંધિત એ.પી.એમ.સી.કે નિગમના ગોડાઉન કેન્દ્રોથી શરૂ કરવામાં આવી છે, જે ૩૧ માર્ચ સુધી કરાવી શકાશે. જેથી તમામ ખેડુતોએ નોંધણી કરાવી લેવા જણાવાયું છે.
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે.જેમાં 100 કીલોના 4 હજાર 875નાભાવ નક્કી કરવામાં આવ્યા છે. ખેડૂતોને આગામી 31 માર્ચ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ચણાની ખરીદી પહેલી એપ્રિલથી શરૂ થશે અને 31 મે દરમિયાન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના સરકારી અનાજના ગોડાઉન ખાતે કેન્દ્ર સરકારના નક્કી થયેલા ધારાધોરણ મુજબ કવીંટલ દીઠ 4 હજાર 875 ના ભાવે મુજબ ખરીદવામાં આવશે. ખેડૂતોને તેમના ચાલુ વર્ષના સાત-બારતેમજ આઠ-અ ના ઉતારા તથા પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત કચેરી કે એ.પી.એમ.સી. ખાતે 15 ફેબ્રુઆરીથી ઓનલાઈન એનરોલમેન્ટ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે તે કરાવવા જણાવ્યું છે અને તે  31 માર્ચ સુધી કરવામાં આવશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ