સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં કોસી રેલ મહાસેતુ તથા અન્ય 12 રેલવે પરિયોજનાઓ ખૂલ્લી મૂકી            કૃષિ સુધારાઓને બિરદાવતા પ્રધાનમંત્રી - સરકાર ખેડૂતને લઘુત્તમ ટેકાના ભાવ આપવા માટે પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું            રેલવેના ખાનગીકરણનો કોઈ પ્રસ્તાવ નહીં હોવાનું જણાવતા રેલવેમંત્રી પિયુષ ગોયલ            દેશમાં કોવિડનાં દર્દીઓની સાજા થવાનો દર 78.86 ટકા થયો            વંદે ભારત મિશન અંતર્ગત ૧૪ લાખ છ હજાર ભારતીયોને વિવિધ માધ્યમો ધ્વારા સ્વદેશ પરત લાવવામાં આવ્યા           

Mar 07, 2020
9:47AM

રાજ્ય સરકાર પહેલી એપ્રિલથી ચણા અને રાયડાની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરશે

ફાઇલફોટો
સરકાર દ્વારા આગામી પહેલી એપ્રિલથી 31 મે દરમિયાન ચણા અને રાયડાની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે
રાજ્યમાં ૯૫ કેન્દ્રો ઉપર ચણાની જ્યારે ૩૫ કેન્દ્રો ખાતે રાયડા માટેની ટેકાના ભાવે ખરીદી કરાશે જે માટે.૧૬ માર્ચ ૨૦૨૦ સુધી નોંધણી કરી શકાશે. 
સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ, ચોથી માર્ચ સુધી ચણાની જણસી માટે ૭૨ હજાર જેટલા તો , રાયડાની જણસી માટે ૧૨, હજાર ૮૭૭ જેટલા  લાભાર્થીઓએ ખરીદ કેન્દ્રોમાં નોંધણી કરાઇ છે. રાયડાની જણસીઓની લણણી પ્રક્રિયા ચાલુ હોવાથી રાજ્ય સરકારે ચણા અને રાયડાની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી પહેલી માર્ચની જગ્યાએ પહેલી એપ્રિલથી ૩૧ મે સુધી કરવાનો નિર્ણય કર્યો છે

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ