સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં કોસી રેલ મહાસેતુ તથા અન્ય 12 રેલવે પરિયોજનાઓ ખૂલ્લી મૂકી            કૃષિ સુધારાઓને બિરદાવતા પ્રધાનમંત્રી - સરકાર ખેડૂતને લઘુત્તમ ટેકાના ભાવ આપવા માટે પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું            રેલવેના ખાનગીકરણનો કોઈ પ્રસ્તાવ નહીં હોવાનું જણાવતા રેલવેમંત્રી પિયુષ ગોયલ            દેશમાં કોવિડનાં દર્દીઓની સાજા થવાનો દર 78.86 ટકા થયો            વંદે ભારત મિશન અંતર્ગત ૧૪ લાખ છ હજાર ભારતીયોને વિવિધ માધ્યમો ધ્વારા સ્વદેશ પરત લાવવામાં આવ્યા           

Mar 05, 2020
10:54AM

રાજ્ય સરકારએ રાજ્યનું પ્રથમ સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટડીઝ સેન્ટર સ્થાપવાનો નિર્ણય કર્યો

ફાઇલ ફોટો
રાજ્યમા સંરક્ષણ સંબંધિત ઉદ્યોગોની ભાગીદારી થકી રોજગારીનુ નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર માટે નવતર અભિગમ દાખવીને ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે રાજ્યનું પ્રથમ  સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટડીઝ (એસ.એ.ડી.એસ.) સેન્ટર સ્થાપવાનો નિર્ણય કર્યો છે.  શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી અંજુ શર્માએ આ અંગે વિગતો આપતા કહ્યું હતું કે આ સેન્ટરના નિર્માણ માટે રાજ્ય સરકાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સાયન્ટિસ્ટ અને ટેકનોલોજીસ્ટ (આઇ.ડી.એમ.ટી.) સાથે નવી દિલ્લી ખાતે એમ.ઓ.યુ કરાયા છે. તેમણે ઉમેર્યુ હતુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ નોડલ પાર્ટનર જ્યારે આઈ.આઈ.ટી.-રામ અમદાવાદ અને આઇ.ડી.એસ.ટી. નોલેજ પાર્ટનર તરીકે નિયુક્ત કરવામા આવ્યા છે. 
ગુજરાત યુનિવર્સિટી અને આઈડીએસટી વિદ્યાર્થીઓને ઉદ્યોગની ભાગીદારી અને રોજગારીની તકો માટે ગુજરાત સરકાર સાથે પરામર્શ કરીને ઉદ્યોગને યોગ્ય રીતે જોડણ કરવામાં કારગર સાબિત થશે.ગુજરાત સરકાર અને આઈડીએસટી પરસ્પર રીસોર્સ પર ઉપલબ્ધ કરી સંસાધનોની વહેંચણી કરશે અને ગુજરાતમાં સંરક્ષણ-સંબંધિત પ્રયત્નોને મજબૂત કરવા માટે ગુજરાત સરકારના આઇડીએસટી અને નાણાકીય સંસાધનોના બૌદ્ધિક સંસાધનો અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ