સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં કોસી રેલ મહાસેતુ તથા અન્ય 12 રેલવે પરિયોજનાઓ ખૂલ્લી મૂકી            કૃષિ સુધારાઓને બિરદાવતા પ્રધાનમંત્રી - સરકાર ખેડૂતને લઘુત્તમ ટેકાના ભાવ આપવા માટે પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું            રેલવેના ખાનગીકરણનો કોઈ પ્રસ્તાવ નહીં હોવાનું જણાવતા રેલવેમંત્રી પિયુષ ગોયલ            દેશમાં કોવિડનાં દર્દીઓની સાજા થવાનો દર 78.86 ટકા થયો            વંદે ભારત મિશન અંતર્ગત ૧૪ લાખ છ હજાર ભારતીયોને વિવિધ માધ્યમો ધ્વારા સ્વદેશ પરત લાવવામાં આવ્યા           

Mar 05, 2020
10:01AM

કોરોના વાઇરસના સંભવિત પડકારને પહોંચી વળવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ

આકાશવાણી
રાજ્યમાં કોરોના વાયરસના તમામ 25 સેમ્પલના રીપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજ્ય સરકારે કોરોના વાયરસના સંભવિત પડકારને પહોંચી વળવા સંપૂર્ણ તૈયારીઓ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાગ્રસ્ત દેશમાંથી આવેલા તમામ મુસાફરોનું દૈનિક ધોરણે મોનીટરિંગ કરાઈ રહ્યું છે. 
ગાંધીનગર ખાતે કોરોના વાયરસ અંગેના કંટ્રોલરૂમ શરૂ કરાયા છે. અમદાવાદ – સિવિલ હોસ્પિટલ ખાતે 29 આઈસોલેશન બેડ તથા 29 વેન્ટીલેટર સહિત અદ્યતન સાધનો સાથેના આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે. રાજ્યભરમાં કુલ 576 આઈસોલેશન બેડ, માસ્ક, ગ્લોવ્ઝનો પુરતો જથ્થો તથા અમદાવાદ ખાતે લેબોરેટરી પરીક્ષણ માટે સુવિધા ઊભી કરાઈ છે. રાજ્યના 3700 થી વધુ ખાનગી તબીબોને કોરોના વાયરસ અંગે તાલિમ અપાઈ છે. વિવિધ માધ્યમો દ્વારા જનજાગૃતિ તથા સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન અપાઈ રહ્યું છે. 
પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી. કે. મિશ્રાના અધ્યક્ષપદે ગઈકાલે યોજાયેલી બેઠકમાં જિલ્લા સ્તરે આ રોગનું પરીક્ષણ પીડિત વ્યક્તિ માટે આઈસોલેશન બોર્ડ અને તબીબી નીરિક્ષણની સુવિધાઓ ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ