સમાચાર ઊડતી નજરે
સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહયું છે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડીયા ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર કોન્ફરન્સનું ઉદઘાટન કરશે. .            કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજય સરકાર સંપૂર્ણ સજજ છે.- મુખ્યમંત્રી વિજય રૂપાણી            કેવડીયામાં થનારી કોન્ફરન્સમાં સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહી અંગે ચર્ચા વિચારણા કરાશે.- ઓમ બિરલા            નેનો નાઇટ્રોજનના ઉપયોગથી ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થશે.- IFFCOના મેનેજીંગ ડાયરેકટર           

Feb 18, 2020
10:20AM

આતંકવાદીઓ માટે ધારાધોરણો કડક બનાવ્યા હોવા છતાં આતંકવાદી સંગઠનોને સમર્થન મળી રહ્યું છે.- FATF

ટ્વીટર
આર્થિક કામગીરી કાર્યવાહી દળ – FATFએ જણાવ્યું છે કે, આતંકવાદીઓને નાણાં સહાય ન મળે તે હેતુથી ધારાધોરણો કડક બનાવ્યા હોવા છતાં ઘણા આતંકવાદી સંગઠનોને વિશ્વમાં ધણા સ્થળોએ સમર્થન મળી રહ્યું છે. એવી જ રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થકી તેમને નાણાં પણ મળી રહ્યા છે.
ભારતે, પાકિસ્તાન જૈશ-એ-મહંમદ અને લશ્કર-એ-તોઇબા જેવા સંગઠનોને નિયમિત સમર્થન આપી રહ્યું હોવાનો આક્ષેપ કરીને પાકિસ્તાન સામે પગલાં લેવા FATFને અનુરોધ કર્યો છે.
ફ્રાંસના પેરીસમાં એક સપ્તાહ સુધી ચાલનારી FATFની પૂર્ણકદની બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં રાખવું કે તેને બ્લેક લીસ્ટમાં મૂકવું એ સમીક્ષા બાદ નિર્ણય લેવાશે.

લાઈવ ટ્વીટર ફીડ