સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં કોસી રેલ મહાસેતુ તથા અન્ય 12 રેલવે પરિયોજનાઓ ખૂલ્લી મૂકી            કૃષિ સુધારાઓને બિરદાવતા પ્રધાનમંત્રી - સરકાર ખેડૂતને લઘુત્તમ ટેકાના ભાવ આપવા માટે પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું            રેલવેના ખાનગીકરણનો કોઈ પ્રસ્તાવ નહીં હોવાનું જણાવતા રેલવેમંત્રી પિયુષ ગોયલ            દેશમાં કોવિડનાં દર્દીઓની સાજા થવાનો દર 78.86 ટકા થયો            વંદે ભારત મિશન અંતર્ગત ૧૪ લાખ છ હજાર ભારતીયોને વિવિધ માધ્યમો ધ્વારા સ્વદેશ પરત લાવવામાં આવ્યા           

Feb 08, 2020
9:40AM

રાજ્ય સરકારે દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઇન ટોકન પ્રથા તાજેતરમાં અમલમાં મુકી છે. -મહેસૂલ મંત્રી કૌશિક પટેલ

મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઇન ટોકન પ્રથા તાજેતરમાં અમલમાં મુકી છે. જે હેઠળ  પક્ષકારો એ  મહેસૂલ વિભાગની ‘ગરવી’ વેબસાઇટ મારફતે જરૂરી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીનું ઓનલાઇન ચુકવણું કર્યા બાદ પોતાના દસ્તાવેજની નોંધણી માટે તારીખ અને સમય ઓનલાઇન મેળવી શકે છે. આમ, દસ્તાવેજની નોંધણી માટે હાલમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રક્રિયા રાજ્યમાં કાર્યરત બની છે. 
 આ અંગે વધુ માહિતી આપતાં તેમણે કહ્યું કે, ઓનલાઈન એપોઈન્ટમેન્ટ શિડ્યુલરનો અમલ પાઈલોટ પ્રોજેક્ટ તરીકે રાજ્યની આઠ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં શરૂ કરાયો છે. જેમાં અમદાવાદની મેમનગર, દહેગામ, વડોદરાની દંતેશ્વર, નડીયાદ, સુરતની કુંભરીયા, નવસારી, રાજકોટ તથા જુનાગઢની ટીંબાવાડી સબ રજિસ્ટ્રાર ઓફિસનો સમાવેશ થાય છે જ્યાં તા.૦૨/૦૩/૨૦૨૦ થી ફરજીયાત પણે અમલ શરૂ થઈ ગયો છે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ