સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં કોસી રેલ મહાસેતુ તથા અન્ય 12 રેલવે પરિયોજનાઓ ખૂલ્લી મૂકી            કૃષિ સુધારાઓને બિરદાવતા પ્રધાનમંત્રી - સરકાર ખેડૂતને લઘુત્તમ ટેકાના ભાવ આપવા માટે પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું            રેલવેના ખાનગીકરણનો કોઈ પ્રસ્તાવ નહીં હોવાનું જણાવતા રેલવેમંત્રી પિયુષ ગોયલ            દેશમાં કોવિડનાં દર્દીઓની સાજા થવાનો દર 78.86 ટકા થયો            વંદે ભારત મિશન અંતર્ગત ૧૪ લાખ છ હજાર ભારતીયોને વિવિધ માધ્યમો ધ્વારા સ્વદેશ પરત લાવવામાં આવ્યા           

Jan 25, 2020
10:20AM

સફાઇ કામદારોને તમામ અધિકારો ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયત્નશીલ -મનહરભાઇ ઝાલા

આકાશવાણી
રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના અધ્યક્ષ મનહરભાઇ ઝાલાએ જણાવ્યું છે કે લેબર એક્ટ મુજબ સફાઇ કામદારોને તમામ અધિકારો ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ  છે. 
ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવેલા શ્રી ઝાલાએ ગઇકાલે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તમામ કરાર આધારીત સફાઇ કર્મચારીઓને તેમનાં કરેલ કામનાં સામે પુરૂ મહેનતાણું, નિયમાનુસાર ઇ.પી.એફ. તેમજ વીમો મળે તે અંગે સંબંધિતોને તાકિદ કરવામાં આવી છે. તેમણે તમામ સરકારી કચેરીઓમાં જ્યાં વર્ગ-૪નાં સફાઇ કર્મચારીઓ માટે દર અઠવાડિયે ફી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવા તથા મહિલાઓ માટે ચેન્જીંગ રૂમની વ્યવસ્થા સત્વરે ઉભી કરવા, તેમને આધુનિક સ્વચ્છતા કીટ આપવા હતું. તેમણે સફાઈ કર્મચારીઓને ‘સ્વચ્છતા યોગી’ તરીકે સંબોધવા જણાવ્યુ હતું. 
આ મુલાકાત દરમિયાન શ્રી ઝાલાના હસ્તે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ૬ હજાર ૨૦૦ જેટલા કરાર આધારિત સફાઇ કર્મચારીઓને કાયમી કરવાના આદેશો અપાયા હતા.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ