સમાચાર ઊડતી નજરે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં કોસી રેલ મહાસેતુ તથા અન્ય 12 રેલવે પરિયોજનાઓ ખૂલ્લી મૂકી            કૃષિ સુધારાઓને બિરદાવતા પ્રધાનમંત્રી - સરકાર ખેડૂતને લઘુત્તમ ટેકાના ભાવ આપવા માટે પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું            રેલવેના ખાનગીકરણનો કોઈ પ્રસ્તાવ નહીં હોવાનું જણાવતા રેલવેમંત્રી પિયુષ ગોયલ            દેશમાં કોવિડનાં દર્દીઓની સાજા થવાનો દર 78.86 ટકા થયો            વંદે ભારત મિશન અંતર્ગત ૧૪ લાખ છ હજાર ભારતીયોને વિવિધ માધ્યમો ધ્વારા સ્વદેશ પરત લાવવામાં આવ્યા           

Jan 19, 2020
11:01AM

તમામ કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તણાવ મુક્તિ માટે પરીક્ષા પર્વની ઉજવણી

ધોરણ-૧૦ અને ૧૨ સહિત તમામ કક્ષાએ અભ્યાસ કરતા બાળકો-વિદ્યાર્થીઓની તણાવ મુક્તિ માટે પરીક્ષા પર્વની ઉજવણી કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. 
તણાવ રહિત વાતાવરણમાં પરીક્ષા આપીને શ્રેષ્ઠ પરિણામ કઈ રીતે મેળવી શકાય  તે માટે  આગામી તારીખ ૨૧ જાન્યુઆરી-૨૦૨૦ના રોજ અમદાવાદ એસોસિએશન ઓફ મેનેજમેન્ટ (AMA)ખાતે પરીક્ષા પર્વ 2020 જેવો કાર્યક્રમ યોજાશે. 
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા યોજાનાર આ પરીક્ષા પર્વમાં શિક્ષણાધિકારીઓ, શિક્ષણવિદો, મનોચિકિત્સકો, શિક્ષકો, વાલીઓ, એન.જી.ઓ. સહિત ૩૦૦ અનુભવી લોકો હાજર હશે. બાળકો-વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે તણાવ મુક્ત કેવી રીતે રાખવા, શ્રેષ્ઠ પરિણામ મેળવવું જેવા વિષયો ઉપર અહી મંથન-ચર્ચા યોજાશે. પરીક્ષા પર્વ નિમિત્તે રાજ્યની શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરીને તેમને પ્રશસ્તિ પત્ર વડે સન્માનિત પણ કરાશે.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ