સમાચાર ઊડતી નજરે
સરકાર કોરોનાની રસી બનાવવા ઉપર કડક દેખરેખ રાખી રહયું છે.- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી            રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડીયા ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર કોન્ફરન્સનું ઉદઘાટન કરશે. .            કોરોનાના વધતા સંક્રમણને રોકવા રાજય સરકાર સંપૂર્ણ સજજ છે.- મુખ્યમંત્રી વિજય રૂપાણી            કેવડીયામાં થનારી કોન્ફરન્સમાં સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહી અંગે ચર્ચા વિચારણા કરાશે.- ઓમ બિરલા            નેનો નાઇટ્રોજનના ઉપયોગથી ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો થશે.- IFFCOના મેનેજીંગ ડાયરેકટર           

Nov 17, 2019
10:04AM

વિદેશ મંત્રી એસ. જયશંકરે ફ્રાન્સના પેરીસથી પ્રકાશિત થતા દૈનિક લા મોન્ડ સાથેની મુલાકાત કરી

AIR
વિદેશ મંત્રી એસ. જયશંકરે ફ્રાન્સના પેરીસથી પ્રકાશિત થતા દૈનિક લા મોન્ડ સાથેની મુલાકાતમાં જણાવ્યું છે કે, પાકિસ્તાને ભારતમાં આતંકવાદીઓ મોકલ્યા હોવાના નિવેદનનો અસ્વીકાર કર્યો નથી.
તેમણે કહ્યું કે, પાકિસ્તાન, ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઇચ્છતો હોય તો પહેલા તેણે દાઉદ ઇબ્રાહીમ અને હાફીઝ સૈયદ જેવા ગુનેગારો તથા આતંકવાદીઓને ભારતને સોંપવા જોઇએ.
પાકિસ્તાને પોતાની ધરતી ઉપર આતંકવાદને વિકસવા દીધો તેના કારણે જ બંને દેશો વચ્ચેના સંબંધોમાં મુશ્કેલી ઉભી થઇ છે.
શ્રી એસ. જયશંકર પેરીસમાં યોજાયેલી શાંતિ મંચની બેઠકમાં ભાગ લેવા ફ્રાન્સ ગયા છે. આ બેઠકમાં કેનેડા અને સ્વીટઝરલેન્ડના પ્રતિનિધીઓ પણ ઉપસ્થિત હતા.

   સંબંધિત સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ