સમાચાર ઊડતી નજરે
“મારૂં ગામ કોરોના મુક્ત ગામ” ઝુંબેશ શરૂ થતા જ 13 હજારથી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ગામડે ગામડે ખૂલી ગયા.            જામનગર નજીક આવેલા હાપા રેલ્વે સ્ટેશનના યાર્ડમાંથી 104 ટન મેડિકલ ઑક્સીજનની ટાંકીઓ લાદેલી વધુ એક પ્રાણવાયુ સ્પેશિયલ માલગાડી રવાના કરાઈ છે.            36 શહેરમાં મીની-લોકડાઉન અને કોરોના કરફ્યુનો અમલ 6થી મે ની રાત્રિ થી લાગુ કરવા માટે પોલીસતંત્ર સજ્જ છે :--ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા            કોવિડ માટે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્સ્ચર ખાસ્સું વિસ્તૃત કરવાની માંગણી સાથેનું આવેદનપત્ર કોંગ્રસના મોવડીઓએ મુખ્યમંત્રી રૂપાણીએ સુપ્રત કર્યું.            રાજ્યમાં આજે પણ કોરોનાના કેસ નોંધાવવાનું યથાવત રહ્યું.           

  મુખ્ય સમાચાર

પાટણ જિલ્લામાં ગ્રામીણ લોકોને કોરોનાકાળમાં રોજગારી ઉપલબ્ધ કરાવવા માટે મનરેગા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

પાટણ જિલ્લામાં ગ્રામીણ લોકોને કોરોનાકાળમાં રોજગારી ઉપલબ્ધ કરાવવા માટે મનરેગા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
મનરેગા હેઠળ ઘાસચારાના વાવેતરને ખેડૂત વર્ગનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

સિવિલ હોસ્પિટલના વડા ડોક્ટર જે. વી. મોદીએ કહ્યું છે કે અનેક સંસ્થાઓના આર્થિક ફાળાથી કોવિડ હોસ્પિટલનું કેટરિંગ હવે શેફ સંજીવ કપૂર સંભાળશે.

 સિવિલ હોસ્પિટલના વડા ડોક્ટર જે. વી. મોદીએ કહ્યું છે કે અનેક સંસ્થાઓના આર્થિક ફાળાથી કોવિડ હોસ્પિટલનું કેટરિંગ હવે શેફ સંજીવ કપૂર સંભાળશે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સ માટે ક્વોલિટીમાં ઉત્તમ હોય તેવો નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવાનું કામ ટોચના પાકશાસ્ત્રી સંજીવ કપૂરને સોંપાયું છે

વડોદરા તાલુકાના અંકોડીયા ગામે મારૂ ગામ કોરોનામુક્ત ગામના પડકારને સાચા અર્થમાં ઝીલી ગામમાં કોરોનાનો પગ પેસારો અટકાવવામાં સફળતા મેળવી છે.

વડોદરા તાલુકાના અંકોડીયા ગામે મારૂ ગામ કોરોનામુક્ત ગામના પડકારને સાચા અર્થમાં ઝીલી ગામમાં કોરોનાનો પગ પેસારો અટકાવવામાં સફળતા મેળવી છે.
કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ગ્રામજનોની સ્વયમ શિસ્ત અને ચુસ્ત અનુશાસન પાલનને કારણે ગામમાં કોરોના સંક્રમણને અટકાવી શકાયું છે.

ભારતમાં ૧૬ કરોડથી વધુ લોકોને કોવિડ રસી આપવામાં આવી.

ભારતમાં ૧૬ કરોડથી વધુ લોકોને કોવિડ રસી આપવામાં આવી.
કોવિડ-૧૯ રસીકરણ અંગેની માહિતી આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરમાં ૧૩ કરોડ લોકોને રસીનો પ્રથમ ડોઝ, જયારે ૩ કરોડલોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે કોવિડના સંક્રમણને અટકાવવા તમામ રાજ્યોને રાજ્ય આપત્તિ કાર્યવાહી ભંડોળ માટે 8 હજાર 873 કરોડથી વધુ રૂપિયાની રકમ ફાળવી.

કેન્દ્ર સરકારે કોવિડના સંક્રમણને અટકાવવા તમામ રાજ્યોને રાજ્ય આપત્તિ કાર્યવાહી ભંડોળ માટે 8 હજાર 873 કરોડથી વધુ રૂપિયાની રકમ ફાળવી.
રાજ્યમાં કોવિડ સંક્રમણને અટકાવવા અંગે જાહેર કરેલી રકમનો 50 ટકા ઉપયોગ કરી શકાશે જેમાં હોસ્પિટલોમાં ઓક્સિજનનો ઉત્પાદન અને તેના સ્ટોરેજ માટેની કાર્યવાહી, વેન્ટીલેટર, એમ્બ્યુલન્સ સેવા ઝડપી બનાવવી, કોવિડ હોસ્પિટલ તૈયાર કરવા, થર્મલ સ્કેનર, વ્યક્તિગત સુરક્ષા ઉપકરણોની પ્રયોગશાળા અને પરીક્ષણ કીટ ખરીદી શકાશે.

સરકારે 10 રાજ્યોના 22 લાખથી વધુ ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે 232 લાખ ટન ઘઉંની ખરીદી કરી

સરકારે 10 રાજ્યોના 22 લાખથી વધુ ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે 232 લાખ ટન ઘઉંની ખરીદી કરી
સરકારે ગુજરાત સહિત અન્ય 10 રાજ્યોના 22 લાખથી વધુ ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે 232 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે.

મહીસાગર જીલ્લામાં બીઇંગ હ્યુમન ગ્રુપના સભ્યો રાત-દિવસ જોયા વિના અબોલા પશુ-પંખી તથા જરૂરિયાતમંદ લોકોની સેવામાં તન-મન-ધનથી ઉપસ્થિત રહ્યા છે.

મહીસાગર જીલ્લામાં બીઇંગ હ્યુમન ગ્રુપના સભ્યો રાત-દિવસ જોયા વિના અબોલા પશુ-પંખી તથા જરૂરિયાતમંદ લોકોની સેવામાં તન-મન-ધનથી ઉપસ્થિત રહ્યા છે.
ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મળી રહે તેવા માનવીય અભિગમ સાથે બીઇંગ હ્યુમન ગ્રુપના તમામ કાર્યરત સભ્યોને ટી-શર્ટ, નાઇટી તથા ટોપી પ્રદાન કરી બિરદાવવામાં આવ્યા.

દેશમાં કોરોનાના વધતા જતાં કેસના કારણે મે માસમાં લેવાનારી જીઇઇ મેઇનની પરીક્ષા મુલત્વી

દેશમાં કોરોનાના વધતા જતાં કેસના કારણે મે માસમાં લેવાનારી જીઇઇ મેઇનની પરીક્ષા મુલત્વી
દેશમાં કોરોના મહામારીના વધતા જતાં કેસના કારણે મે માસમાં લેવાનારી જીઇઇ મેઇનની પરીક્ષા ફરી એક વખત મુલત્વી રાખવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓને સ્થાનિક કક્ષાએ જ પ્રાથમિક સારવાર સરળતાથી મળી રહે તે હેતુથી કોમ્યુનીટી કોવિડ કેર કેન્દ્રો કાર્યરત કરાયા

 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓને સ્થાનિક કક્ષાએ જ પ્રાથમિક સારવાર સરળતાથી મળી રહે તે હેતુથી કોમ્યુનીટી કોવિડ કેર કેન્દ્રો કાર્યરત કરાયા
કોવિડ-૧૯ પોઝીટીવ દર્દીઓ હોમ આઈસોલેશન સારવાર જરૂરી હોય પરંતુ તેમના ઘરે અલાયદા રૂમની વ્યવસ્થા ન હોય તેવા દર્દીઓ આ કોમ્યુનીટી કોવિડ કેર કેન્દ્રો ખાતે દાખલ થઈ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સારવાર મેળવી શકશે.

ગીરના જંગલમાં પાકતી કેસર કેરીના જથ્થાબંધ વેપારનું મથક ગણાતાં તાલાળા ખાતેથી હરાજીનો પ્રારંભ

ગીરના જંગલમાં પાકતી કેસર કેરીના જથ્થાબંધ વેપારનું મથક ગણાતાં તાલાળા ખાતેથી હરાજીનો પ્રારંભ
અમારા પ્રતિનિધિ જણાવે છે કે હરાજી પહેલા દિવસે કાચી કેસરના 10 કિલોના એક એવા પાંચથી સાત હજાર બોક્સની આવક નોંધાઈ હતી પરંતુ પહેલા રાઉન્ડમાં ગાયોનાં ફાળા માટે બોલી લગાવાઈ હતી.

અમદાવાદની ભાગોળે આવેલા પીરાણા ગામે આચાર્ય કરસનદાસજી મહારાજ આરોગ્યધામ દ્વારા કોવિડ કેર સેન્ટર નિશુલ્ક સેવા આપવા માટે શરૂ કરવામાં આવ્યું

અમદાવાદની ભાગોળે આવેલા પીરાણા ગામે આચાર્ય કરસનદાસજી મહારાજ આરોગ્યધામ દ્વારા કોવિડ કેર સેન્ટર નિશુલ્ક સેવા આપવા માટે શરૂ કરવામાં આવ્યું
પીરાણાધામના સમન્વયક રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ સેન્ટરમાં ૨૦ જેટલા ઓક્સિજન બેડની સુવિધા ઉપ્લબ્ધ છે જે ૫૦૦ સુધી વધારવાનું આયોજન છે.

કચ્છના ગામડે ગામડે કોરોના રસીકરણ માટે લોકોને સમજણ આપવાનું કામ 1900 જેટલી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ ઉપાડી લીધું છ

કચ્છના ગામડે ગામડે કોરોના રસીકરણ માટે લોકોને સમજણ આપવાનું કામ 1900 જેટલી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ ઉપાડી લીધું છ
આઈ.સી,ડી.એસ. પ્રોગામ ઓફિસર ઈરાબેન ચૌહાણ જણાવે છે કે, નાના નાના ખોરડા સુધી પહોંચતું આંગણવાડી બહેનોનું નેટવર્ક અમારી પાસે છે જે કોરોના સંક્રમણનો ભય રાખ્યા વગર પોતાની ફરજ અદા કરી રહ્યા છે.

સમાચાર સાંભળો

  Ahmedabad-Gujarati-0705-May 05, 2021 Ahmedabad-Gujarati-1910-May 05, 2021 Ahmedabad-Gujarati-1430-May 05, 2021 Bhuj-Gujarati-0650-May 05, 2021 Bhuj-Gujarati-1825-May 05, 2021
 • Morning News 5 (May)
 • Midday News 5 (May)
 • News at Nine 5 (May)
 • Hourly 5 (May) (1910hrs)
 • समाचार प्रभात 5 (May)
 • दोपहर समाचार 5 (May)
 • समाचार संध्या 5 (May)
 • प्रति घंटा समाचार 5 (May) (2200hrs)
 • Khabarnama (Mor) 5 (May)
 • Khabrein(Day) 5 (May)
 • Khabrein(Eve) 5 (May)
 • Aaj Savere 28 (Apr)
 • Parikrama 28 (Apr)

લાઈવ ટ્વીટર ફીડ

અત્યારનું હવામાન

05 May 2021
City MaxoC MinoC
દિલ્હી 40 24
મુંબઈ 35 26
ચેન્નાઈ 36 27
કોલકાતા 32 23
બેંગલુરુ 32 24

ફેસબુક અપડેટ