સમાચાર ઊડતી નજરે
૧૩૬ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ શાળાઓ, છાત્રાલયો અને રમત-ગમત સંકુલોનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇ-લોકાર્પણ કર્યુ            પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ આંતરમાળખાના વિકાસ માટે એક લાખઅ કરોડ રૂપિયાની સહાય યોજનાનો પ્રારંભ કરાવ્યો            વાણિજય મંત્રી પિયુષ ગોયલે આત્મનિર્ભર ભારતને સફળ બનાવવા યોગદાન આપવા ઉદ્યોગ જગતને આહવાન કર્યુ            દેશમાં કોવિડ-૧૯ ના વધુ દર્દીઓ સાજા થઇ જતા કોરોનાને હરાવનારાની સંખ્યા વધીને ૧૪ લાખ હજાર            પ્રધાનમંત્રી મોદીએ આંધ્રપ્રદેશના કોવિડ કેર સેન્ટરમાં આગ દુર્ધટનામાં મૃત્યુ પામનારના સગાને બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી           

પ્રાદેશિક સમાચાર

આગામી પાંચ દિવસ દરિયો પણ તોફાની રહેવાની શક્યતા

આગામી પાંચ દિવસ દરિયો પણ તોફાની રહેવાની શક્યતા
આગામી પાંચ દિવસ દરિયો પણ તોફાની રહેવાની શક્યતા છે. પરિણામે સામાન્ય કરતાં સાડાત્રણથી સાડાપાંચ મીટર જેટલાં ઉંચા મોજાં ઉછળવાની અને કલાકના 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે

બોટાદ જિલ્લામાં આજે 11 કેસ પોઝીટીવ નોંધાયા તો 11 દર્દી સાજા થતા રજા આપવામાં આવી

બોટાદ જિલ્લામાં આજે 11 કેસ પોઝીટીવ નોંધાયા તો 11 દર્દી સાજા થતા રજા આપવામાં આવી
ડાંગ જિલ્લામાં કોરોનાના 2 પોઝીટીવ કેસ નોંધાયા છે. બંને કેસ આહવાના છે. અમને હમણાં જ મળતા સમાચાર મુજબ દીવ જિલ્લામાં 13 કોરોના પોઝીટીવ કેસો મળી આવ્યા છે. જે વણાંકબારા ,સાઉદવાડી ,ઘોઘલા અને દીવના છે તો આજે ચાર દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

પાટણ જિલ્લાએ શૌચાલય બનાવવા ક્ષેત્રે ફાળવાયેલ લક્ષ્યાંક પૂર્ણ કરવા સાથે ખુલ્લામાં શૌચમુક્ત જીલ્લાનું ગૌરવ મેળવેલું છે

પાટણ જિલ્લાએ  શૌચાલય બનાવવા ક્ષેત્રે ફાળવાયેલ  લક્ષ્યાંક પૂર્ણ કરવા સાથે ખુલ્લામાં શૌચમુક્ત જીલ્લાનું ગૌરવ મેળવેલું  છે
પાટણ જિલ્લાએ શૌચાલય બનાવવા ક્ષેત્રે ફાળવાયેલ લક્ષ્યાંક પૂર્ણ કરવા સાથે ખુલ્લામાં શૌચમુક્ત જીલ્લાનું ગૌરવ મેળવેલું છે. આ ઉપરાંત પાટણ જિલ્લાએ સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણમા સતત બે વર્ષ સુધી રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.

કોરોના વાયરસ રોગચાળાના પગલે ગુજરાત સરકારે આગામી તમામ જાહેર તહેવારો અને ઉજવણી પર પ્રતિબંધ મુકયો

કોરોના વાયરસ રોગચાળાના પગલે ગુજરાત સરકારે આગામી તમામ જાહેર તહેવારો અને ઉજવણી પર પ્રતિબંધ મુકયો
કોરોના વાયરસ રોગચાળાના પગલે ગુજરાત સરકારે આગામી તમામ જાહેર તહેવારો અને ઉજવણી પર પ્રતિબંધ મુકયો છે. અમારા સંવાદદાતા યોગેશ પંડયાએ જણાવ્યું કે કોરોનાનો ફેલાવો અટકાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કચ્છમાં ચાલુ વર્ષે હજી સુધી 5 લાખ 28 હજાર 329 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થઈ ગયું

કચ્છમાં ચાલુ વર્ષે હજી સુધી 5 લાખ 28 હજાર 329 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થઈ ગયું
કચ્છમાં ચાલુ વર્ષે હજી સુધી 5 લાખ 28 હજાર 329 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થઈ ગયું છે. જે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ કરતાં 19 હજાર 697 હેકટર જેટલું વધુ છે ચાલુ વર્ષે ઘાસચારા પછી ખરીફ પાકમાં હજી સુધી સૌથી વધુ દિવેલાનું 79 હજાર 297 હેકટરમાં વાવેતર થયું છે.કપાસનું 58 હજાર 694 હેકટરમાં વાવેતર થયું છે.

સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વચ્છતા અંગે જાગૃતિ માટેના અનેક પ્રયાસો થઇ રહ્યા છે

 સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વચ્છતા અંગે જાગૃતિ માટેના અનેક પ્રયાસો થઇ રહ્યા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટેના અનેક પ્રયાસો થઇ રહ્યા છે.

જન્માષ્ટમીના દિવસે રાજયનાં કૃષ્ણ મંદિરોમાં આ વખતે ભક્તોને રૂબરૂ દર્શન કરવા નહીં મળે

જન્માષ્ટમીના દિવસે રાજયનાં કૃષ્ણ મંદિરોમાં આ વખતે ભક્તોને રૂબરૂ દર્શન કરવા નહીં મળે
જન્માષ્ટમીના દિવસે રાજયનાં કૃષ્ણ મંદિરોમાં આ વખતે ભક્તોને રૂબરૂ દર્શન કરવા નહીં મળે. મુખ્ય તીર્થસ્થાન દ્વારકા અને ડાકોર સહિત રાજયનાં કૃષ્ણ મંદિરો કોરોનાના કારણે આવતીકાલથી ૧૩ તારીખ સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવાની જાહેરાત કરાઇ છે.

મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે મહેસાણામાં મહિલા સ્વચ્છતા દિનની ઉજવણી કરવામાં આવી

મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે મહેસાણામાં મહિલા સ્વચ્છતા દિનની ઉજવણી કરવામાં આવી
મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે મહેસાણામાં મહિલા સ્વચ્છતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે સફાઇ કામદારોને સ્વચ્છતા અને સલામતી જળવાય તે વિશેની માહિતી અપાઇ હતી.

શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપ ઠાકોરે પાટણ ખાતે સહસ્ત્ર તરૂવનની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું

શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપ ઠાકોરે પાટણ ખાતે સહસ્ત્ર તરૂવનની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું
શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપ ઠાકોરે પાટણખાતે સહસ્ત્ર તરૂવનની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું હતું. જિલ્લા કલેક્ટર આનંદ પટેલના મિશન ગ્રીન પાટણના સંકલ્પને સાર્થક કરતાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી પાટણ સરસ્વતી નદીના કિનારે સહસ્ત્ર તરૂવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના

કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ડિજીટલ આરોગ્ય મિશન માટે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીની પસંદગી કરી

કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ડિજીટલ આરોગ્ય મિશન માટે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીની પસંદગી કરી
કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ડિજીટલ આરોગ્ય મિશન માટે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીની પસંદગી કરી છે. અમારા દમણના પ્રતિનિધિના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કામાં છ કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે દાદરાનગર હવેલી, દીવ અને દમણમાં રાષ્ટ્રીય ડિજીટલ આરોગ્ય મિશન કાર્યાન્વિત કરવામાં આવશે.
પ્રાદેશિક સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ