સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 62.61 ટકા થયો.            ''નિસર્ગ'' વાવાઝોડાના કારણે ર૪ કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ બની રહે તે માટે રાજય સરકારની વીજ કંપનીઓ સંપુર્ણ પણે સજજ.            ભારત વિકાસના પંથે ફરીથી પાછુ ફરશે : નરેન્દ્ર મોદી            વાવાઝોડું - નિસર્ગપૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન નિસર્ગ વાવાઝોડું ઉત્તર દિશામાં ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે.            તાપી જિલ્લામાં સારવાર લઈ રહેલા છેલ્લા બે "કોરોના પોઝેટિવ" દર્દીઓના રિપોર્ટ "નેગેટિવ" આવતા તાપી જીલ્લો કોરોના મુકત થયો .           

રાષ્ટ્રીય સમાચાર

દેશમાં કોરોના દર્દીઓનો સાજા થવાનો દર ૪૮.૧૯ ટકા થયો.

દેશમાં કોરોના દર્દીઓનો સાજા થવાનો દર ૪૮.૧૯ ટકા થયો.
આરોગ્ય મંત્રાલયે કહયું કે, કોવીડ-૧૯ અંગેની લડતમાં રાજય સરકારો સાથે મળીને લેવાઇ રહેલા પગલાના કારણે દેશભરમં સાજા થવાનો દર વધી રહયો છે.

પ્રધાનમંત્રી 31મી મે ના રોજ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી 31મી મે ના રોજ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચારો રજૂ કરશે.
શ્રી મોદી સવારે 11 વાગ્યે તેમના વિચારો હિંદીમાં વ્યકત કરશે, ત્યારબાદ તરત તેનો ગુજરાતી ભાવાનુવાદ પ્રસારીત કરાશે. જે ગુજરાતનાં તમામ આકાશવાણી અને વિવિધ ભારતી એફ.એમ કેન્દ્રો પરથી સાંભળી શકાશે.

ભુતપૂર્વ કેન્દ્રીય નાણાં સચિવના વડપણ હેઠળની સમિતીએ લોકડાઉન અંગેનો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કર્યો.

ભુતપૂર્વ કેન્દ્રીય નાણાં સચિવના વડપણ હેઠળની સમિતીએ લોકડાઉન અંગેનો અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કર્યો.
મુખ્યમંત્રીના અધ્યક્ષપદે ગઈકાલે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં સમિતિએ આપેલો અહેવાલ રાજ્યમાં ઉદ્યોગ, વેપાર સહિતના ક્ષેત્રોમાં જનજીવન ઝડપથી પૂર્વવત કરવા બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ભારતીય રેલવેએ સમગ્ર દેશમાં 3543 “શ્રમિક વિશેષ” ટ્રેનોનું પરિચાલન કર્યું.

ભારતીય રેલવેએ સમગ્ર દેશમાં 3543 “શ્રમિક વિશેષ” ટ્રેનોનું પરિચાલન કર્યું.
સરેરાશ એક જ દિવસમાં 255 શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં, શ્રમિક વિશેષ ટ્રેનોની શરૂઆત કર્યા બાદ માત્ર 26 દિવસમાં જ આ ટ્રેનો મારફતે 48 લાખથી વધુ વિસ્થાપિત લોકોને તેમના વતન રાજ્યમાં પહોંચવા માટે મુસાફરીની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 42.75 થયો

દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 42.75 થયો
દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 42.75થયો છે. અત્યાર સુધીમાં 67 હજાર 692 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ હજાર266 દર્દીઓને રજા અપાઇ છે.છેલ્લા 24 કલાકમાં દેશભરમાં નોંધાયેલા કુલ 6 હજાર 566 નવા કેસો સાથે કુલ કોરોના કેસોની સંખ્યા 1 લાખ 58 હજાર 333 થઇ છે.વધુ 194 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 4 હજાર

દેશભરમાં કોરોનાથી સાજા થવામાં સુરત શહેરનો રીકવરી રેટ સૌથી વધુ ૬૯.૮ ટકા નોંધાયો.

દેશભરમાં કોરોનાથી સાજા થવામાં સુરત શહેરનો રીકવરી રેટ સૌથી વધુ ૬૯.૮ ટકા નોંધાયો.
સુરત જીલ્લામાં કુલ એક હજાર ૩૮ર કેસોમાંથી ૮૯૧ દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

વાંસદા નેશનલ પાર્કમાં પચાસ વર્ષમાં પહેલી વખત બે એશિયાટિક વાઇલ્ડ ડોગ જોવા મળ્યા

વાંસદા નેશનલ પાર્કમાં પચાસ વર્ષમાં પહેલી વખત બે એશિયાટિક વાઇલ્ડ ડોગ જોવા મળ્યા
નવસારી જીલ્લાના સહ્યાદ્રી પર્વતમાળાની તળેટીમાં આવેલા વાંસદા નેશનલ પાર્કમાં પચાસ વર્ષમાં પહેલી વખત બે એશિયાટિક વાઇલ્ડ ડોગ જોવા મળ્યા છે. 24 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા વાંસદા નેશનલ પાર્કમાં ગોઠવેલા કેમેરાઓમાં પહેલી વખત બે ઢોલ એટલે કે એશિયાટિક જંગલી કૂતરા હોવાનું ઝડપાયું છે. છેલ્લે 1970માં વાંસદાના મહાર

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો બમણા થવાનો સમયગાળો ઘટીને ૧૩ દિવસથી વધુ થયો

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો બમણા થવાનો સમયગાળો ઘટીને ૧૩ દિવસથી વધુ થયો
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો બમણા થવાનો સમયગાળો ઘટીને ૧૩ દિવસથીવધુ થયો છે. સરકારે જણાવ્યું છે કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે કોરોના સંક્રમણનાફેલાવાને રોકવામાં મદદ મળી છે. લોકડાઉન શરૂ થયું ત્યારે કોરોના દર્દીઓનો બમણા થવાનોદર ૩.૪ દિવસ હતો, જે હાલ ૧૩.૩ દિવસથયો છે.

પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારત યોજનાના એક કરોડના લાભાર્થી પૂજા થાપા સાથે ફોન પર વાત કરી.

પ્રધાનમંત્રીએ આયુષ્માન ભારત યોજનાના એક કરોડના લાભાર્થી પૂજા થાપા સાથે ફોન પર વાત કરી.
મેઘાલયની રહેવાસી પૂજાએ આયુષ્માન ભારત યોજના શરૂ કરવા માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, આ સ્કીમથી તે વિના મૂલ્યે ઓપરેશન કરાવી શકી છે. આયુષ્માન ભારતથી 1 કરોડ લોકોને ફાયદો થયો છે.
રાષ્ટ્રીય સમાચાર

લાઈવ ટ્વીટર ફીડ