સમાચાર ઊડતી નજરે
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 62.61 ટકા થયો.            ''નિસર્ગ'' વાવાઝોડાના કારણે ર૪ કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ બની રહે તે માટે રાજય સરકારની વીજ કંપનીઓ સંપુર્ણ પણે સજજ.            ભારત વિકાસના પંથે ફરીથી પાછુ ફરશે : નરેન્દ્ર મોદી            વાવાઝોડું - નિસર્ગપૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન નિસર્ગ વાવાઝોડું ઉત્તર દિશામાં ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે.            તાપી જિલ્લામાં સારવાર લઈ રહેલા છેલ્લા બે "કોરોના પોઝેટિવ" દર્દીઓના રિપોર્ટ "નેગેટિવ" આવતા તાપી જીલ્લો કોરોના મુકત થયો .           

અન્ય સમાચારો

વલસાડ જિલ્લામાં સંભવિત નિસર્ગ વાવાઝોડાના પગલે તંત્રને એલર્ટ કરાયું.

વલસાડ જિલ્લામાં સંભવિત નિસર્ગ વાવાઝોડાના પગલે તંત્રને એલર્ટ કરાયું.
વાવાઝોડું દક્ષિણ ગુજરાતને અસર કરે એવી સંભાવનાના પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્રેએ કાંઠાવિસ્તારના ગામોને એલર્ટ કર્યા છે અને જિલ્લાના માછીમારોને દરિયામાં માછીમારી ન કરવા જવાની સૂચના આપી છે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકતવેરામાં 10% કન્સેશન આપવાની યોજનાનો પ્રારંભ.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકતવેરામાં 10% કન્સેશન આપવાની યોજનાનો પ્રારંભ.
કોરોના ઇફેક્ટને કારણે લોકોના બે મહિના સુધી વ્યાપાર ઉદ્યોગ બંધ રહ્યા હતા. રાજ્ય સરકાર સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને વેરામાં રાહત આપવાની યોજના અમલમાં મૂકી હતી.

ગીરના જંગલમાં સિંહોના થયેલા મૃત્યુનું આંકલન કરવા માટે કેન્દ્રીય ટીમ ગુજરાતની મુલાકાતે.

ગીરના જંગલમાં સિંહોના થયેલા મૃત્યુનું આંકલન કરવા માટે કેન્દ્રીય ટીમ ગુજરાતની મુલાકાતે.
અમારા સંવાદદાતા જણાવે છે કે, છેલ્લાં ત્રણ મહિનામાં ગીરના પૂર્વ ભાગમાં આશરે 30 સિંહોના મોત થયા છે અને સત્તાવાર સૂત્રો જણાવે છે કે, મુખ્યત્વે આ મોતનું કારણ બાબેસીયા નામના રોગને કારણે થયું છે.

અમરેલી જીલ્લામાં વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ.

અમરેલી જીલ્લામાં વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ.
વરસાદથી ઉનાળુ તલ, મગ, બાજરી અને કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.

કોરોના વાયરસના કોન્ટેક્ટ ટ્રેસિંગમાં દાહોદ જિલ્લો સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહ્યો.

કોરોના વાયરસના કોન્ટેક્ટ ટ્રેસિંગમાં દાહોદ જિલ્લો સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહ્યો.
કોરોના વાયરસના ચેપને વ્યક્તિથી વ્યક્તિ ફેલાવતો અટકાવવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ સૌથી અગત્યનું પાસુ છે.

દમણ દીવ વચ્ચે ફરીથી હેલીકોપ્ટર સેવા શરૂ થઈ.

દમણ દીવ વચ્ચે ફરીથી હેલીકોપ્ટર સેવા શરૂ થઈ.
દાદરા નગર હવેલી અને દમણ દીવ વહીવટ તંત્ર દ્રારા વિમાની અથવા હેલિકોપ્ટર સેવા ફરીથી શરૂ કરવામા આવી છે.

ગુજરાતમાં હોટેલ અને રેસ્ટોરન્ટ ફરીથી શરૂ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી.

ગુજરાતમાં હોટેલ અને રેસ્ટોરન્ટ ફરીથી શરૂ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી.
હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને એવી રજૂઆત કરવામાં આવી છે કે 31મી મેએ ચોથા તબક્કાનું લોક ડાઉન પૂરું થાય તે પછી આ ઉદ્યોગને ફરી શરૂ કરવા માટે મંજૂરી આપવી જોઈએ.

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કુંતા ગામના લોકો માટે દમણ બોર્ડર ઓપન કરાઈ.

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કુંતા ગામના લોકો માટે દમણ બોર્ડર ઓપન કરાઈ.
લોકડાઉનના કારણે દમણ બોર્ડર બંદ કરવામાં આવી હતી અને આ ગ્રામના લોકો વ્યાપાર ધંધા અને નોકરીમાં અટવાઈ ગયા હતા. દમણ દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં આ ભૈસલોર તરફ કુંતા બોર્ડર ખોલવામાં આવી છે.

મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 98 થઈ.

મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 98 થઈ.
જિલ્લામાં 71 દર્દીઓને હોસ્પિટલમાંથી સારવાર બાદ રજા આપવામાં આવેલી છે. તો કુલ પાંચ લોકોનાં મૃત્યુ પણ થયેલાં છે. જિલ્લામાં શંકાસ્પદ કુલ 1 હજાર 356 સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમાંથી 1 હજાર 184 સેમ્પલ નેગેટીવ આવેલ છે. હાલમાં 17 કેસ એકટીવ કેસ છે.

અમરેલી જિલ્લાના ધારી ગીરમાં કુલ ચાર સિંહના મૃતદેહ મળી આવ્યા.

અમરેલી જિલ્લાના ધારી ગીરમાં કુલ ચાર સિંહના મૃતદેહ મળી આવ્યા.
અમારા પ્રતિનિધિ જણાવે છે કે, રાજુલાના કોવાયા ગામથી રેસ્ક્યુ કરાયેલા સિંહનું બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
અન્ય સમાચારો

લાઈવ ટ્વીટર ફીડ